દુનિયા છોડતા જ આ 5 અભિનેત્રીઓના ઘરવાળા બની ગયા કરોડપતિ, આ પરિવાર પાસે આવી 247 કરોડ ની સંપત્તિ

0
432

બોલીવુડમાં અનેક હિરોઇનોના આકસ્મિક મોત આજે દિન સુધી રહસ્ય બનીને રહી ગયા છે. કેટલીક અભિનેત્રીઓના મોતનું કારણ આજે પણ કોઈને ખબર નથી. આ અભિનેત્રીઓએ દુનિયા છોડી દીધી પણ કરોડોની સંપત્તિ તેમના પરિવાર માટે છોડી દીધી હતી. તે લોકોએ તેમના જીવનમાં ખૂબ પૈસા કમાવ્યા છે જેથી તેમને આ દુનિયામાંથી ગયા પછી, તેમના પરિવારજનોને કામ કરવાની કોઈ જરૂર નથી. આ અભિનેત્રીઓ ખૂબ મહેનત કરીને એટલા પૈસા કમાયા કે તેમના 7 પેઢીઓ સરળતાથી બેસીને ખાઈ શકે. આજે આ લેખમાં, અમે તમને બોલિવૂડની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કરોડોની સંપત્તિ તેમના પરિવાર માટે છોડીને આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

જીયા ખાન

જીયા ‘ગજિની’ અને ‘નિશબ્દ’ જેવી ફિલ્મો કર્યા પછી બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની હતી. મુબઇ આવ્યા પછી જીયા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને મળી. બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી અને તેઓ પ્રેમમાં પડ્યાં. પરંતુ આ સંબંધનું પરિણામ ખૂબ જ પીડાદાયક હતું. જીયાનો મૃતદેહ 3 જૂન, 2013 ના રોજ જુહુ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. નાની ઉંમરે જિયાએ તેના પરિવાર માટે 15 કરોડની સંપત્તિ છોડી દીધી હતી.

દિવ્યા ભારતી

તે હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક અભિનેત્રી હતી જેણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું અલગ સ્થાન બનાવ્યું હતું. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. દિવ્યા સુંદર હોવા સાથે અત્યંત પ્રતિભાશાળી પણ હતી. જો કે તેની ફિલ્મી કારકીર્દિ ખૂબ ટૂંકી હતી પરંતુ આ દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી. તમને જણાવી દઈએ કે, દિવ્ય ભારતીનું મોત મકાનના પાંચમા માળેથી પડવાના કારણે થયું હતું. તેમના મૃત્યુ પછી દિવ્યા ભારતીએ તેના પરિવારના સભ્યો માટે 70 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી દીધી હતી.

શ્રીદેવી

શ્રીદેવીના અકાળ મૃત્યુએ બધાને હચમચાવી નાખ્યા હતા. દારૂના નશામાં બાથરૂમ ટબમાં ડૂબી જવાને કારણે શ્રીદેવીનું મોત નીપજ્યું હતું. તે દુબઇ તેના પરિવાર સાથે ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા આવી હતી. શ્રીદેવીને બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ કે, શ્રીદેવી 247 કરોડની સંપત્તિ તેમના પરિવાર માટે છોડીને ગઈ છે.

સૌંદર્યા

સૌંદર્યા એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તેણે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લોકો ‘સૂર્યવંશમ્’ ફિલ્મ માટે હજી પણ સૌંદર્યાને યાદ કરે છે. અભિનેત્રી હોવા સાથે, સૌંદર્યા એક રાજકારણી પણ હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન સૌંદર્યાનું વિમાન ક્રેશ થયું અને તેનું મોત નીપજ્યું. તેણે તેની પાછળ 50 કરોડની સંપત્તિ છોડી દીધી છે.

રિમા લાગુ

રીમા બોલિવૂડ અને નાના પડદાની જાણીતી અભિનેત્રી હતી. માતાની ભૂમિકામાં રીમાએ ઘણા શ્રેષ્ઠ પાત્રો ભજવ્યાં છે. લોકો હજી પણ રીમાને તેના શ્રેષ્ઠ પાત્રો માટે યાદ કરે છે. તમને જણાવી દઈએ કે, રીમાનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તેણે 30 કરોડની સંપત્તિ પાછળ છોડી દીધી છે.

લેખન સંપાદન : મોજીલો ગુજરાતીટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google